Sunday 8 May 2011

भद्रं कर्नेभि: श्रुणुयाम देवा:

पुरे विश्व को पवित्र द्रष्टिसे देखनेकी क्षमता हमें प्राप्त हो ; 
न की बुरी नज़रसे . 

-----------------------------------------------------------------


પ્રેમી ની સ્થિતિ 

કોણ જાણે એવું તે  શું થયું ? 
કે પૃથ્વી નદી ની જેમ વહેવા લાગી ,
પાખીઓ વૃક્ષની જેમ ઉગવા  લાગ્યા
દરિયાઓ કાંઠાઓને તોડી 
પર્વતની જેમ ઊભા થઇ ગયા
પથ્થરો અચાનક ફૂલ થઇ મ્હેકવા માંડ્યાં
કોણ જાણે એવું તે  શું થયું ? 
કે હું મને તારે કારણે 
ઓણખવા લાગ્યો,
કોણ જાણે એવું તે  શું થયું ? 
કે હું પણ આકાશની જેમ વહેવા લાગ્યો 
અને તું બીજના ચંદ્રની નૌકા થઈને સરવા લાગી ?
                  
                                                                  - સુરેશ દલાલ






   

No comments:

Post a Comment