Sunday 8 May 2011

Mother's Day Special

કેવી હશે ?

કોઈ દી' સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાન મા ગણગણ થાય,
હુતુતુતુ ની હડિયાપાટીમાં,
માનો શબ્દ સંભળાય;
મા જાણે હીંચકોરતી વઈ ગઈ,
હાલાંનાં સુર થોડા વેરતી ગઈ ....

ઝવેરચંદ મેઘાણી.


No comments:

Post a Comment